ધોળકાના કલિકુંડ વિસ્તારમાં યુનિયન બેન્ક પાસે લૂંટની ઘટના બની. પૂજા માટે લોકરમાંથી કાઢેલા દાગીના લૂંટીને લૂંટારૂઓ ફરાર થયા હતા. જયંતિ રાણા નામના વ્યક્તિ પાસે દાગીનાની લૂંટને અંજામ અપાયો છે. આશરે રૂ.8 લાખની કિમંતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ થઈ હતી. બાઇક પર આવેલા લૂંટારૂઓ ધોળકાથી સરોડા રોડ તરફ ફરાર થયા હતા. ધોળકા ટાઉન પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી છે.