જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભારે હિમવર્ષા થઈ છે.શ્રીનગર, ડોડા, પૂંછ સહિત અનેક જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ છે. બરફવર્ષાના પગલે અનેક વિસ્તારોમાં બરફના થર જામી ગયા.ઘણા વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા હતા. રસ્તાઓ પર કેટલાક ફૂટ સુધી બરફ જામી ગયો છે.જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.BRO ટીમ રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ કરી છે. બરફવર્ષા અને હિમપ્રપાતના જોખમને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે પ્રવાસીઓને સાવધાની રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી.