ખેડામાં નદીના પાણી ફરી વળતા ખેડૂતોનો ઉભો પાક ગયો નિષ્ફળ ગયો છે.. મુખ્યત્વે ડાંગર અને શાકભાજીના પાક પર નિર્ભર રહેતા ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતનું નિર્માણ થયું છે.. પૂરના પાણીથી ગલકા, ભીંડા અને દૂધી જેવા પાકને નુકસાન થયું છે.. ડાંગરનો પાક તૈયાર થઈ જતા 10 દિવસમાં લણવાની તૈયારીઓ કરવાની હતી.. પરંતુ પૂરના પાણીથી અજાણ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે..