ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અને તે અંગેની વૈશ્વિક તણાવની સ્થિતિ ભારતની હવાઈ મુસાફરીને પણ અસર પહોંચાડી રહી છે. ખાસ કરીને જેટ ફ્યુઅલની કિંમતોમાં વધારો થવાને કારણે એર ઈન્ડિયાએ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે આવતીકાલથી ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ પર રૂ. 399નો સરચાર્જ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય કારણ જેટ ફ્યુઅલના ભાવમાં તીવ્ર વધારો છે. એરલાઈન તબક્કાવાર આ સરચાર્જ અમલમાં લાવશે. ગલ્ફવૉરને લીધે ભારતમાં હવાઈ મુસાફરી પ્રભાવિત. એર ઈન્ડિયાએ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો. ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ પર લદાશે 399 રૂપિયાનો સરચાર્જ. જેટ ફ્યુઅલની કિંમત વધતાં એર ઇન્ડિયાએ વધાર્યો સરચાર્જ. ઇન્ટરનેશનલ ફલાઈટની ટિકિટ પણ થશે મોંઘી. ડોમેસ્ટિક ટિકિટ સાથે જ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની ટિકિટની કિંમત પણ વધશે. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ફ્યુઅલ સરચાર્જ દરેક ફ્લાઇટ અને માઈલેજ અનુસાર અલગ–અલગ દરથી લાગુ પડશે.