કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે વિવાદ છેડાયો છે.વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે આંતરિક વિવાદ ખુલ્લીને સામે આવ્યો છે..પાટણમાં કોંગ્રેસ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખની નિમણૂકને લઈ સ્થાનિક કક્ષાએ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થયો હતો.જેમાં હવે વડગામ અને પાટણ ધારાસભ્ય સામ સામે આવી જાહેરમાં એકબીજા પર આક્રમક નિવેદનો કરતા કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે...તાજેતરમાં પાટણ અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પિઠડિયાને પાટણમાં મારવાની વાત કરી છે. આ વાતને પકડીને મેવાણીએ કિરીટ પટેલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "ફુદાનું ચણુંય નહીં આવે." કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે આંતરિક લડાઈ પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બચાવકર્તા કહ્યું કે..અમિત ચાવડાએ દાવો કર્યો કે બન્ને ધારાસભ્યો વચ્ચે ગેરસમજ થઈ છે..સાથે મળીને વાતચીત કરીને સમગ્ર વાતનો ઉકેલ લાવીશું..કૉંગ્રેસના બે ધારાસભ્યોના વાકયુદ્ધમાં પ્રદેશ નેતાગીરી મધ્યસ્થી કરશે