ભાવનગર શહેરના લાલટાંકી વિસ્તારની દુકાનમાંથી ખરીદેલી મિઠાઈમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે.પંડ્યા મિઠાઈ નામની દુકાનમાંથી ગ્રાહકે ખરીદેલા ખજૂર પાકમાં જીવાત નીકળી હતી.ગ્રાહકે આ બાબતે દુકાનદારને ફરિયાદ કરી.દુકાનમાં રહેલી અન્ય મિઠાઈની ગ્રાહકે તપાસ કરતા તેમાં પણ જીવાત જોવા મળી હતી.મનપાના આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે આરોગ્યને નુકસાન પહોંચે તેવી મિઠાઈનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.તો હવે આરોગ્ય વિભાગ ઘોરનિંદ્રામાંથી જાગીને કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.