શું ભારતમાં હવે કાગળ નહીં... પણ પ્લાસ્ટિકના નોટ જોવા મળશે? RBIએ એવું પગલું ભર્યું છે જે તમારા ખિસ્સાની કરન્સી જ બદલી શકે છે! મિત્રો, ભારતમાં ટૂંક સમયમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિકના ₹10 અને ₹20ના નોટ જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ, RBIએ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું છે અને સમગ્ર વિશ્વની કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. સૌ પ્રથમ ₹10 અને ₹20ના નોટનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે. જો આ ટ્રાયલ સફળ રહેશે તો 2027થી સમગ્ર દેશમાં પ્લાસ્ટિકના નોટ ચલણમાં આવી શકે છે. આ નોટ સામાન્ય નહીં હોય... તેમાં હશે ટ્રાન્સપેરન્ટ વિન્ડો, મેટાલિક નંબર, મેગ્નેટિક સિક્યોરિટી થ્રેડ, શેડો ઈમેજ અને ખાસ રેઇનબો સિક્યોરિટી પેટર્ન, જેથી નકલી નોટ બનાવવી વધુ મુશ્કેલ બનશે. RBIએ ટેન્ડરમાં કડક નિયમો પણ રાખ્યા છે. ચીન અથવા પાકિસ્તાન સાથે જોડાયેલી સપ્લાય ચેઇનને મંજૂરી નહીં મળે અને સામગ્રીમાં Animal Fat અથવા DNA ન હોવાનો પુરાવો પણ ફરજિયાત રહેશે. વિશ્વના 50થી વધુ દેશો પહેલેથી જ પોલિમર નોટનો ઉપયોગ કરે છે. આ નોટ વધુ ટકાઉ, લાંબા સમય સુધી ચાલનારા અને સુરક્ષિત માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે RBIનો આ પાયલોટ પ્રોજેક્ટ કેટલો સફળ રહે છે... કારણ કે તેના આધારે જ ભારતના ભવિષ્યના નોટો બદલાઈ શકે છે. વિડિયો ગમ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ મહત્વની માહિતી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.