અમદાવાદમાં 12 જૂને બનેલી વિમાન ક્રેશ થવાની ઘટનામાં જીવતા બચી ગયેલા એકમાત્ર વિશ્વાસ કુમારનો અવિશ્વસનીય વીડિયો સામે આવ્યો. પ્લેન તૂટી પડ્યા બાદ આગની જ્વાળાઓમાંથી બહાર આવતા દેખાયા વિશ્વાસ કુમાર. IGP કમ્પાઉન્ડની બહાર હેમખેમ ચાલીને આવી રહેલા વિશ્વાસને તુરંત એમ્બ્યુલન્સમાં બેસાડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન ક્રેશ ઘટનામાં 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે દીવના રહેવાસી વિશ્વાસકુમાર એકમાત્ર નસીબદાર સાબિત થયા છે. દુર્ઘટનાના દિવસેનો વિશ્વાસકુમારનો વધુ એક વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં તેઓ IGP કમ્પાઉન્ડની બહાર નીકળતા જોવા મળે છે.