ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદનો માહોલ છે. ડાંગના આહવા, વઘઈ, સુબીર જેવા તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદને પગલે. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે. અનેક નાના નાળાઓ અને કોઝવે પર પાણી ફરી વળતા. લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને પગલે નદીઓ બે કાંઠે થઈ. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ. પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદીના જળસ્તરમાં સતત વધારો. અંબિકા નદી પરના ગીરાધોધે ધારણ કર્યું રૌદ્ર રૂપ. આંબાપાડાથી ઉગા ચિચપાડાને જોડતો કોઝવે પાણીમાં ગરક.