અમદાવાદના સાણંદમાં દેશના પ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ખાત મુહૂર્ત અને ભૂમિ પૂજન થયું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સહિત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રાજીવ ચંદ્રશેખર હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર અને અમેરિકી કંપની માઈક્રોન ટેકનોલોજી કંપની વચ્ચે MOU થયા છે. આ પ્રોજેક્ટમાં રૂપિયા 22,500 કરોડનું રોકાણ થશે. પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ગુજરાતે ઝડપી નિર્ણય કરી તકને ઝડપી છે.