રાજ્ય સરકાર શ્રમિકોને ધ્યાને રાખી વિવિધ પ્રયાસો શ્રમિકોને મદદ માટે કરી રહી છે. ત્યારે આજે અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધતાં શ્રમિક પરિવારોને તેનો લાભ થશે. એટલા માટે કેમ કે અમદાવાદ ખાતેથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે પંડિત દીનદયાળ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો. જ્યાં મુખ્યમંત્રીએ નવા અન્નપૂર્ણા કેન્દ્ર નો શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમ બાદ હવે રાજ્યભરમાં 273 કડીયાનાકા ખાતેથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે. માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેવી આ યોજનામાં જોગવાઇ છે. હાલમાં 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુ શ્રમિકોને લાભ મળતો હતો. પણ હવે નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને તેનો સીધો લાભ મળશે.