વલસાડ જિલ્લાના ગ્રામ્ય પંથકમાંથી જીવદયાપ્રેમીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પારડીમાં તાલુકામાં જીવદયાપ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઈપર સાપને સ્ટ્રોની મદદથી CPR આપીને નવજીવન બક્ષ્યું છે. સામાન્ય રીતે મનુષ્યને CPR આપી જીવ બચાવવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં સાપનો જીવ બચાવવામાં આવ્યો છે..એ પણ અંત્યત ઝેરી ગાણતો રસેલ વાઈપર સાપ. પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં ગઇકાલે બે સાપ જોવા મળતાં સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અન્સારીનો સંપર્ક કર્યો હતો. અલી અન્સારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો, જોકે બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાંનો મોટો જથ્થો એના પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા પહોંચી હતી અને એની શ્વાસનળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હતી અને સાપ અર્ધબેભાન થઇ ગયો હતો.ત્યાર બાદ યુવકે..પ્લાસ્ટિકની સ્ટ્રોની મદદથી જોખમ ખેડીને સાપના મોઢામાં નીચેના ભાગે આવેલી શ્વાસ નળીમાં સ્ટ્રો નાખીને પાંચથી સાત વાર પોતાના મોઢેથી ફૂંક મારી CPR આપ્યો હતો. અલી અન્સારીએ સાપને CPR આપતાં થોડીવાર બાદ સાપમાં હલચલ થવા લાગી અને એની શ્વાસનળી ફરી શરૂ થઈ હતી.જો કે આ દ્રશ્યો..સંવેદનશીલ છે..ટીવીનાઈન દર્શકોને અપીલ કરે છે.કે પ્રકારની જોખમી રેસ્ક્યૂથી દૂર રહેવું જોઈએ. ઘરે કોઈપણ સ્થળે આવી ભૂલ ન કરવી જોઈએ.આવા જોખમી રેસ્ક્યૂ માત્ર નિષ્ણાત લોકો જ સુરક્ષા સાથે કરી શકે છે.