વાત પંચમહાલના ગોધરાની જ્યાં માસ્ટર પેટ્રોલ પંપ પર એક કાર અચાનક જ સળગી ઉઠે છે. જોતજોતામાં તો આગ મોટું સ્વરૂપ લઈ લે છે.. જો કે સારી વાત એ રહી કે પેટ્રોલ પંપના કર્મચારીઓ સાબદા હતા અને તેમણે ફાયરના ઉપકરણો દ્વારા આગ તરત જ બુઝાવી દે છે.. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.. પ્રાથમિક અંદાજ મુજબ કારની ટાંકીમાં લીકેજ હોવાને કારણે આ આગ લાગી હોઈ શકે છે.