છેલ્લા કેટલાક વર્ષોથી ભાવનગર જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તે એક સારી બાબત છે. પરંતુ, બીજી તરફ સિંહોની સંખ્યા વધવાના કારણે રહેણાંક વિસ્તાર અને સાવજો વચ્ચેનું અંતર ઘટ્યું છે. તે ચિંતાનો વિષય બન્યો છે. શિકારની શોધમાં જંગલમાંથી નીકળી ગામની અંદર સાવજો પ્રવેશતા લોકોમાં ભયનો માહોલ છે. તેવામાં વાઘવદરડા ગામેથી સિંહોની લટારના આ CCTV ફૂટેજ સામે આવ્યા છે. જો કે, Tv9 આ વાયરલ વીડિયો અંગે પુષ્ટિ નથી કરતું.