ભરૂચમાં સેલ્ફીના ચક્કરમાં 3 યુવાનોએ જોખમમાં મૂક્યો જીવ..નર્મદા નદીના પાણી વચ્ચે સેલ્ફી લેવા જતા આવી ભરતી. નદીમાં અચાનક ભરતી આવતા યુવકો જીવ બચાવીને ભાગ્યા. 3 દિવસમાં જીવ જોખમમાં નાંખવાનો બીજો બનાવ. ઉલ્લેખનીય છે, હજી 3 દિવસ પહેલા જ 5 યુવકો આવી જ રીતે ફસાઇ ગયા હતા. જેમના રેસ્ક્યુ કરવા પડ્યા હતા. આ ઘટના બાદ પણ લોકો શીખ લેતા નથી. અને વારંવાર જીવ જોખમમાં નાંખે છે. રીલ અને ફોટો પાડવાની ઘેલછા ક્યારેક ખૂબ મોંઘી પડી શકે છે. તે લોકો કદાચ સમજી નથી રહ્યા.