સુરતના કામરેજમાં બાઈક ચોરીની વિચિત્ર ઘટના સામે આવી. જેમાં એક જ ચોરે.. એક જ બાઈક 2 વાર ચોરી કરી. ઘટનાની વાત કરીએ. તો ગોલ્ડન પ્લાઝામાં દુકાન પાસેથી કાપડના વેપારીની બાઈક ચોરી થઈ હતી. જો કે તે બાઈક સ્થાનિક શાકભાજી વેચતા એક શખ્સને ધ્યાને આવતા.ચોર બાઈક મૂકીને ભાગી ગયો. અને શાકભાજી વેચનાર શખ્સ બાઈકને પેટ્રોલ પંપ પર મૂકીને. વેપારીને જાણ કરી.કે તમારી બાઈક અહિંયા છે. આવીને લઈ જાયો. પરંતુ વેપારી જ્યારે બાઈક લેવા જાય છે. ત્યારે તેણે ત્યાં બાઈક મળતી નથી. પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા ચેક કરતા. વેપારી સ્તબ્ધ થઈ ગયો. વેપારી જૂએ છે કે એજ ચોર તેની બાઈક ફરીથી ચોરી ગયો. વાત માત્ર અહિંયા અટકતી નથી. બાઈક ચોરે હેલમેટ વગર બાઈક ચલાવતા માલિકને ઈ-મેમો આવ્યો છે. ત્યારે વેપારીની દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ થઈ છે.