યાત્રાધામ અંબાજી આવતા ભક્તો માટે મહત્વના સમાચાર છે.. તમે અંબાજી દર્શને જાવ તો ST બસ સ્ટેન્ડ અંગે માહિતી મેળવી લેજો. કેમ કે અંબાજીની કાયાપલટ માટે રિડેવલોપિંગની કામગીરી માટે ST બસ સ્ટેન્ડનું સરનામું બદલાયું છે. અંબાજીના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવું ST બસ સ્ટેન્ડ તૈયાર થવાનું છે. આ માટે હાલના ST બસ સ્ટેશનની જગ્યા ખાલી કરવામાં આવી રહી છે. જેના કારણે નવું હંગામી ST બસ સ્ટેશન જૂની કોલેજમાં બનાવવામાં આવ્યું છે.. જેથી હવે લોકોને બસ માટે જૂની કોલેજ ખાતે જવું પડશે.. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હવન કરીને હંગામ બસ સ્ટેન્ડ શરૂ કરાયું. આ ઉપરાંત મોડી સાંજે અંબાજીથી પાલનપુર જવા એસટી બસની સુવિધા ન હતી. પણ હવે અંબાજીથી પાલનપુર જતા લોકો માટે પણ ST બસ સેવા શરૂ કરાઈ છે. રિડેવલોપિંગની કામગીરી માટે બસ સ્ટેશન ખસેડવામાં આવ્યું છે. જેથી કાયમી બસ સ્ટેશન માટે સરકાર જ્યાં જગ્યા ફાળવશે ત્યાં કાયમી નવું બસ સ્ટેશન બનશે. ત્યારે નવા બસ સ્ટેશન માટે અંબાજીની જૂની કોટેજ હોસ્પિટલમાં જગ્યા ફાળવવામાં આવે તેવી પણ માગ કરાઈ રહી છે.