હવામાન વિભાગે રાજ્ય માટે નવા ચેતવણી સંદેશા જાહેર કર્યા છે. દરિયામાં પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે, જેના પગલે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના અપાઈ છે. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. સુરક્ષા જાળવી રાખવા તંત્રએ તાત્કાલિક પગલાં લેવા શરૂ કર્યા છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં લોકો અને માછીમારોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.