સુરતઃ અમરોલીમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ, શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થતું હોવાનો ખુલાસો, એજન્ટો મારફતે સગર્ભાઓને હોસ્પિટલમાં મોકલવામાં આવતી,જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલમાં પાડ્યા દરોડા, સોનોગ્રાફી મશીન સિલ કરવામાં આવ્યું, ગર્ભ પરીક્ષણ માટે 10થી 15 હજાર વસૂલતા હતા, તપાસમાં સામે આવ્યું છે કે એજન્ટો મારફતે ગર્ભવતી મહિલાઓને આ હોસ્પિટલમાં મોકલવામાં આવતી હતી. ઓમસાઈ હોસ્પિટલના ડોક્ટર વિજય ઝાડફિયા અને રિક્ષા ડ્રાઈવર ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કરતા હતા. ગર્ભ પરીક્ષણ માટે દર્દી પાસેથી 10થી 15 હજાર સુધીની રકમ વસૂલતા હતા..હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો કરીને ગર્ભમાં રહેલું બાળક છોકરો છે કે છોકરી તે જણાવવામાં આવતું હતું..ડોકટર હિતેશ જોશી હૉસ્પિટલના મેડિકલ ડાયરેકટર છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે..