ભાવનગરમાં હવાઈ સેવા બંધ થવાના કારણે નાગરિકો અને વેપારીઓમાં ભારે અસંતોષ. 9 જૂનથી કોઈ આગોતરા આયોજન વિના એર કનેક્ટિવિટી બંધ થતા ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સે આક્રોશ વ્યક્ત કર્યો. ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને રૂબરૂ અને પત્ર દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી. ભાવનગરની હવાઈ સેવા બંધ થવાના કારણે નાગરિકો અને વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. 9 જૂનથી કોઈ આગોતરા આયોજન વિના એર કનેક્ટિવિટી બંધ થતા ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સે આક્રોશ વ્યક્ત કર્યો છે.ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને રૂબરૂ અને પત્ર દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.. પરંતુ અત્યાર સુધી કોઈ પરિણામલક્ષી પગલા લેવાયા નથી. મુંબઈ અને પૂણે માટેની ફ્લાઈટ્સ અચાનક બંધ થતા વેપાર અને ઉદ્યોગકારો. સહિત આશરે 20 લાખ જેટલા લોકોને હાલાકી ભોગવવવી પડી રહી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે સાંસદ મનસુખ માંડવિયાને સાથે રાખી રજૂઆત કરતા. રાજકોટને વધારાની મુંબઈ-રાજકોટ સવાર-સાંજની ફ્લાઈટ અને દિલ્હી રૂટની ફ્લાઈટ મળેલી છે.પરંતુ બીજી તરફ ભાવનગર ચેમ્બરની સતત રજૂઆત છતાં કોઈ પગલા લેવાતા નથી. ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સે હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળવા સમય આપવાની માગ કરી છે. અને ભાવનગરની એર કનેક્ટિવિટી તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા રજૂઆત કરી છે.