ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે મુનકટિયા વિસ્તારમાં ભૂસ્ખલન થયું. રસ્તા પર પથ્થરો અને કાટમાળ સતત પડી રહ્યા છે, જેના કારણે મુસાફરોની અવરજવર બંધ થઈ ગઈ છે. SDRF અને NDRFની ટીમો સ્થળ પર હાજર છે અને જંગલમાં વૈકલ્પિક માર્ગો દ્વારા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી રહી છે.સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધીમાં 2 સ્થળોએ રૂટ પ્રભાવિત થયો. હાલમાં વિવિધ રેસ્ક્યૂ ટીમ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. તંત્રએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.