ભારતીય વાયદા બજારમાં 23 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળ. બંને કિંમતી ધાતુઓએ પોતાના તમામ જૂના રૅકોર્ડ તોડીને નવી સર્વોચ્ચ સપાટી બનાવી છે, જેમાં ખાસ કરીને ચાંદીમાં એક જ દિવસમાં ₹12,638નો અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે,હાલ ચાંદીનો ભાવ 3.40 લાખની નજીક છે.ત્યારે ચાંદીમાં રેકોર્ડ બ્રેક ઉછાળાથી બજારમાં મંદીનો માહોલ છે.રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં એક હજાર કારખાનાઓને અસર પહોંચી છે.નાના-મોટાં કારખાનાના વેપારીઓએ ઉત્પાદન બંધ કર્યું છે.આ અસ્થિરતાના કારણે 5થી 10 હજાર કારીગરો બેરોજગારીની ખાઈમાં ધકેલાઈ ગયા છે. એક તરફ ચાંદીમાં આગ ઝરતી તેજીના કારણે બજારમાં ગ્રાહક નથી. બીજી તરફ એક દિવસમાં થતા ભારે ભાવફેરથી વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.