જાફરાબાદમાં વરાહ મંદિરે તુલસી વિવાહ નિમીત્તે આયોજિત ડાયરામાં ધારાસભ્ય હિરા સોલંકીએ રૂપિયાનો વરસાદ કર્યો. હિરા સોલંકી સહિત તાલુકાના આગેવાનોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ઉત્તર ગુજરાતના કલાકારોએ ગીત-સંગીતની રમઝટ બોલાવી હતી અને સહુ કોઈને તેમના ગીતો ઝુમતા કર્યા હતા.