હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) પર કુદરત કોપાયમાન છે. 50 વર્ષના વરસાદના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. સતત ભારે વરસાદ અને નદીઓના પાણીએ ચોતરફ તારાજી સર્જી છે. વાત શિમલાની કરવામાં આવે તો અહીં ભૂસ્ખલનને પગલે 9 લોકોના મોત થયા છે. શિમલાના સમર હિલ વિસ્તારમાં આવેલા શિવ મંદિર નજીક મોટો ભૂસ્ખલન થયો એકાએક જમીન ધસી પડી. જેના પગલે 20થી વધુ લોકો આ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ સેનાના જવાનો અને NDRF અને SDRFની ટીમે કામે લાગી ગઈ હતી.. જેસીબીની મદદથી કાટમાળ હટાવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ ભૂસ્ખલનની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 9 મોત થઈ હોવાની પુષ્ટી થઈ છે.