હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.ચંબા જિલ્લામાં બરફની ચાદરના આ મનમોહક દ્રશ્યોએ પ્રવાસીઓને ભારે ઘેલા કર્યા છે.પર્યટન સ્થળો પર દેશભરમાંથી આવેલા પ્રવાસીઓ બરફવર્ષાનો નજારો જોઈને અભિભૂત થયા હતા. નવા વર્ષની શરૂઆત સાથે જ હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.ચંબા જિલ્લામાં બરફની ચાદરના આ મનમોહક દ્રશ્યોએ પ્રવાસીઓને ભારે ઘેલા કર્યા છે.નવા વર્ષ પર હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળો પર દેશભરમાંથી આવેલા પ્રવાસીઓ બરફવર્ષાનો નજારો જોઈને અભિભૂત થયા હતા.ધરતી પર છવાયેલી બરફની ચાદર અને ઠંડાં વાતાવરણમાં પ્રવાસીઓએ ડાન્સ અને મસ્તી સાથે ઉજવણી કરી હતી આ વર્ષે લાંબો સમય રાહ જોયા બાદ બરફવર્ષાની શરૂઆત થઈ છે..ઘણા પ્રવાસીઓ એવા હતા કે જેઓ હિમાચલથી પરત ફરવાનું વિચારી રહ્યા હતા પરંતુ આ દરમિયાન જ પ્રકૃતિએ બરફવર્ષા કરતા હવે ઘણા પ્રવાસીઓએ પોતાનો પ્રવાસ લંબાવી દીધો છે અને હિમાચલમાં એક-બે દિવસ વધુ રોકાઈને બરફવર્ષા માણવાનો નિર્ણય કર્યો છે.