દ્વારકાના દરિયામાં 15થી 20 ફૂટ ઊંચા મોજાં સાથે ભારે કરંટ જોવા મળ્યો છે. ગોમતી ઘાટ પર પ્રવાસીઓની ભીડ વચ્ચે કોઈ જાનહાનિ ન થાય તે માટે ઘાટ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. લોકો પ્રકૃતિના નજારો માણી રહ્યા છે, પણ સાવચેતી જરૂરી છે.