હાઇકોર્ટની આકરી ઝાટકણી બાદ રાજ્યમાં રખડતા ઢોર વિરૂદ્ધ સરકાર અને AMCએ મોરચો માંડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી થયેલી કામગીરી મુદ્દે હાઇકોર્ટે સજ્ઞાન લીધું. હાઇકોર્ટે નોંધ લેતા રાજ્ય સરકાર અને AMCની કામગીરીની પ્રશંસા કરી. હાઇકોર્ટે ટાંક્યું કે, "હવે એવું લાગે છે કે યોગ્ય રીતે કામગીરી થઇ રહી છે" સાથે જ કહ્યું કે, "ઉચ્ચકક્ષાએથી લઇને તમામ કર્મચારીઓ હવે કામ કરી રહ્યા છે" કોર્ટે નોંધ લેતા પોલીસ કમિશનર દ્વારા અપાતી સુરક્ષા પણ યોગ્ય હોવાની વાત કરી