દિલ્લી બ્લાસ્ટની ઘટના બાદ દેશમાં સુરક્ષાને લઈ સતર્કતા વધારવામાં આવી છે.ત્યારે ગુજરાતમાં પણ હાઈએલર્ટ જાહેર કરાયું.રાજ્યના મોટાભાગના શહેરોમાં કડક ચેકિંગ હાથધરાયું છે. રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિતની જગ્યાએ સુરક્ષા ચેકિંગ પ્રક્રિયા કડક કરાઈ છે.સુરત, રાજકોટ તથા અંબાજીમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. દિલ્લીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈએલર્ટ. યાત્રાધામોની સુરક્ષા સઘન કરાઈ. દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ. સાથેસાથે દ્વારકામાં પોલીસ, SOG, LCBનું રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર હાથ ધરાયું ચેકિંગ. તો દરિયાકાંઠે મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ પણ એલર્ટ દિલ્લી બ્લાસ્ટ બાદ કચ્છના બોર્ડર વિસ્તારો પણ હાઈ એલર્ટ પર છે.,ભુજમાં જનતાઘર ગેસ્ટ હાઉસમાં SOGએ સઘન તપાસ કરતા SOGને જમ્મુ કાશ્મીરના 3 લોકો મળી આવ્યા હતા.એક મહિલા સહિત ત્રણ લોકો રોકાયેલા હોવાનું સામે આવ્યું હતું.જેમાં પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય લોકો ફાળો માગવા આવ્યા હોવાનો ખુલાસો થયો છે.હાલ SOGએ ત્રણેયના મોબાઇલ જપ્ત કરી FSLમાં મોકલ્યા છે. સાથે જ કચ્છ પોલીસે જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી ત્રણેયની વિગત મેળવવા તજવીજ હાથ ધરી છે.