જમ્મુ-કાશ્મીરના ડોડામાં બરફવર્ષા યથાવત છે. ડોડાની અનેક ઘાટીઓમાં બર્ફિલી ચાદર પથરાઈ ગઈ છે. આખો પહાડી વિસ્તાર અને વૃક્ષો સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ચુક્યા છે. નજારો એટલો અદભૂત લાગી રહ્યો છે...જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ દેખાઈ રહ્યો છે. અનેક જગ્યાએ બરફના થરના થર જામી ચુક્યા. જમ્મુ-કાશ્મીરના ડોડામાં બરફવર્ષા યથાવત છે. અને તેને પગલે. ડોડાની અનેક ઘાટીઓમાં બર્ફિલી ચાદર પથરાઈ ગઈ છે. ખૂબ જ અદભૂત દ્રશ્યો. ભલેસા ઘાટીમાંથી સામે આવી રહ્યા છે. આખો પહાડી વિસ્તાર. અને વૃક્ષો. સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ચુક્યા છે. નજારો એટલો અદભૂત લાગી રહ્યો છે કે જાણે કુદરતે કંડારેલી કોઈ તસવીર હોય. "વિન્ટર વંડરલેન્ડ"ની આ તસવીર. હાલ સૌ કોઈને આકર્ષી રહી છે. તો ડોડાની ભદ્રવાહ ઘાટીમાં પણ. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ દેખાઈ રહ્યો છે. અનેક જગ્યાએ બરફના થરના થર જામી ચુક્યા છે. આવનારા દિવસોમાં પણ આ જ માહોલ યથાવત રહે તેવી શક્યતા છે. તો ખૂબ જ અદભૂત નજારો. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાંથી પણ સામે આવ્યો છે. ગુલમર્ગ એ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. ત્યારે બરફવર્ષાને પગલે. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે. હિમવર્ષાના હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે જોતા... આવનારા દિવસોમાં. વધુ પ્રવાસીઓ ઉમટે તેવી શક્યતા સેવાઈ રહી છે.