જમ્મુ કશ્મીરના પહાડી વિસ્તાોરમાં જોરદાર બરફ વર્ષા થઇ રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ કાશ્મીરમાં સ્નો ફોલને લઇને એલર્ટ જાહેર કર્યું છે. આ તરફ સોનમર્ગ અને ગુલમર્ગમાં જોરદાર હિમપાત જોવા મળ્યો છે.. અને ભારે હિમવર્ષાને પગલે પહાડો પર સફેદ બરફની ચાદર છવાઇ ગઇ છે. પહાડોએ જાણે કે બરફની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે..તો જોરદાર બરફ વર્ષાથી પર્યટકોની ખુશીનો પાર નથી રહ્યો. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફની મજા માણવા ઉમટી રહ્યા છે. તો લેહ લદ્દાખમાં પણ જોરદાર બરફ વર્ષા થઇ છે. જમ્મુ કશ્મીરના પહાડી વિસ્તારોમાં જોરદાર બરફ વર્ષા. હવામાન વિભાગે કાશ્મીરમાં હિમવર્ષા અંગે જાહેર કર્યું છે એલર્ટ. સોનમર્ગ અને ગુલમર્ગમાં થઈ રહ્યો છે બરફનો વરસાદ. ભારે હિમવર્ષાને પગલે પહાડો પર સફેદ બરફની ચાદર છવાઈ. બરફના કરા વરસતાં પર્યટકોની ખુશી બેવડાઈ. મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફની મજા માણવા ઉમટી પડ્યા.