જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો... ડોમ્માલૂરમાં જોવા મળ્યા. અહીં ASC સેન્ટર મિલિટ્રી કેમ્પ પાછળ આવેલ વિસ્તારમાં... જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદને પગલે... લોકોના ઘરમાં પાણી ફરી વળતા... લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. એક તરફ ભારે વરસાદ... અને બીજી તરફ... ગટરો પણ ઊભરાઈ હતી. કેટલાંક ઘરોમાં આ ગટરના પાણી ફરી વળ્યા હતા. જેને પગલે... ઘરવખરીને પારાવાર નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ગટરના પાણી બહાર નીકાળવા પ્રયાસો હાથ ધરાયા હતા.