દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય પહેલાં વરસાદે ધમાકેદાર ઉપસ્થિતિ નોંધાવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 50થી વધુ તાલુકામાં ઝરમર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં નોંધાયો છે, જ્યાં 4.61 ઈંચ વરસાદ પડ્યો. ભવનગરના મહુવામાં 3 ઈંચ અને સુરતના પલસાણામાં 2.87 ઈંચ વરસાદ પડ્યો છે. કુલ 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.