કચ્છના ગઢશિશાની. તો ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. જુઓ આ દ્રશ્યો, ગઢશિશાની નદીમાં પૂરનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે રાત્રીના સમયે કચ્છ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો,જેના પગલે નદી-નાળામાં નવા નીર આવ્યા છે. તો નદીમાં પાણીનો પ્રવાહ વધતા નાગરિકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવાની તંત્રએ સૂચના આપી છે. ગઢશિશાના રસ્તાઓ બન્યા છે જળમગ્ન.રસ્તા જાણે કે સ્વિમિંગ પુલમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો.