અરવલ્લીના માલપુરમાં વરસ્યો છે મુશળધાર વરસાદ. ભારે વરસાદ બાદ સામે આવેલા કેટલાક દ્રશ્યો મેઘાના રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવે છે. સૌપ્રથમ આ દ્રશ્યો જુઓ. પાણીનો પ્રચંડ પ્રવાહ, ધસમસતા પાણી. પાણીના પ્રવાહમાં પાર્ક કરાયેલું બાઇક તણાયું. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ચાલકે અનેક પ્રયાસો કર્યા પરંતુ પાણી બાઇક ગયું તાણી. તો હવે આ દ્રશ્યો પણ જુઓ. માલપુરની ગલીઓમાંથી જાણે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. 2 કલાકમાં ખાબકેલા 3 ઇંચ વરસાદે માલપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જી નાખી. અને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી કરી નાખ્યું. આ દ્રશ્યો જોઇને અંદાજ લગાવી શકાય છે કે વરસાદી પાણી કેટલી હદે કહેર વર્તાવી શકે છે.