તો કર્ણાટકમાં ભર ઉનાળે વરસ્યો છે મુશળધાર વરસાદ. ન માત્ર વરસાદ પરતું વરસાદ સાથે કરા પડતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદે બેંગલુરુમાં સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે.. બેંગલુરૂમાં હોસ્પિટલની દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત નિપજ્યા છે, જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય 7 ઘાયલોને બચાવી લેવામાં સફળતા મળી છે.. તો વીજળીના કડાકા-ભડાકા, ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે અનેક વિસ્તાોરમાં મોટા વૃક્ષો ધરાશાયી થયા. જ્યારે હોર્ડિંગ્સ અને વીજળીના થાંભલા તૂટી પડવામાં સમાચાર છે.. પ્રાપ્ત વિગતો મુજબ માત્ર બેંગલુરૂમાં વૃક્ષો ધરાશાયી થયાના ફાયર વિભાગને 50થી વધુ કોલ મળ્યા હતા.ય. તો વીજ થાંભલા ધરાશાયી થતાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. તો ભારે વરસાદને પગલે એમ.જી. રોડ પર આપેલી લાઇબ્રેરી પાણીમાં ડૂબી.. ધોધમાર વરસાદના પાણી લાઇબ્રેરીમાં ઘૂસ્યા. અને આશરે 5 હજારથી વધુ પુસ્તકો પાણીમાં પલળી ગયા. જુઓ આ દ્રશ્યો, એવો તો કેવો વરસાદ વરસ્યો હશે કે લાઇબ્રેરીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હશે. આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે બેંગલુરૂમાં વરસાદે કેવો કહેર મચાવ્યો હશે. વરસાદી સ્ટ્રાઇકને પગલે એમ.જી.લાઇબ્રેરીમાં મોટાપાયે નુકસાનનો અંદાજ છે. બેંગલુરુ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.. વિજયનગર, આર.ટી.નગર, શેષાદ્રીપુરમ, જયનગર, ચામરાજપેટ, જેપી નગર, કબ્બન પાર્ક, હાઇ ગ્રાઉન્ડ્સ, ઉપારપેટ, હાલસૂર ગેટ, વિલ્સન ગાર્ડન, માઇકો લેઆઉટ અને સદાશિવનગરમાં પણ ભારે વરસાદથી નુકસાનના અહેવાલો છે.. ભારે વરસાદને કારણે રેસીડેન્સી રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે મુસાફરોને એક કલાકથી વધુ સમય સુધી મુશ્કેલી પડી હતી. જોકે, હજુ પણ કુદરતી આફતથી મુક્તિના સંકેત નથી.. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.