ઉલ્લેખનીય છે કે આ વખતે છેલ્લાં 16 વર્ષનું સૌથી વહેલું ચોમાસું દેશમાં બેઠું છે. કેરળમાં વહેલી એન્ટ્રી કર્યા બાદ. દક્ષિણના અન્ય ભાગોમાં પણ વરસાદે વહેલી જમાવટ કરી. ત્યારે તેની ગતિ જોતા લાગતું હતું કે ગુજરાતમાં પણ. ચોમાસું ખૂબ જ વહેલું પ્રવેશી શકે છે. પરંતુ, હાલ મહારાષ્ટ્રની આસપાસ જે વરસાદી સિસ્ટમ સક્રિય છે તે ધીમી પડી છે. જેને પગલે હાલ. 10 થી 15 જૂનની વચ્ચે.. ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગે પહોંચે તેવું અનુમાન છે.