રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં પડ્યો છે ધોધમાર વરસાદ.. જુઓ આ દ્રશ્યો,, વીજળીના કડાકા અને ભડાકા સાથે જેતપુરમાં જાણે કે વરસાદ મન મૂકીને તૂટી પડ્યો.. તો ભારે પવનને પગલે વાવાઝોડા જેવા દ્રશ્યો પણ સર્જાયા.. આપને જણાવી દઇએ કે, મેવાસા,ખીરસરા,વીરપુર સહિતના ગામોમાં વરસાદી આફતના સમાચાર છે.. તો ભારે વરસાદને પગલે રસ્તા પરથી જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.. આ દ્રશ્યો ચોક્કસ ચિંતા ઉપજાવનારા છે.. અહીં સવાલ એ થાય કે ચોમાસા પહેલા આવો ઘાટ છે તો ચોમાસામાં શું હાલત થશે..?