જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. શીલ અને ચંદવાણા સહિતના ગામોમાં મેઘમહેર જોવા મળી. ભારે પવન ફૂંકાવાના કારણે માંગરોળ–કેશોદ હાઈવે પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું, જેના કારણે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ ટ્રાફિક યોગ્ય રીતે ખોલવા પ્રયાસો કર્યા હતા. વરસાદથી ધરતીમાં ઠંડક પ્રસરી છે.