અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ પ્રમાણે, બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદના એંધાણ. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે. તો સૌરાષ્ટ્રમાં ભારે, ઉત્તર ગુજરાતમાં અતિભારેના વરસાદની શક્યતા. આવતીકાલે મહીસાગર અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર.