અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બન્યું. ગળકોટડી, ખાખરીયા, દરેડ અને કરિયાણા સહિતના વિસ્તારોમાં વરસાદના દ્રશ્યો જોવા મળ્યા. તોફાની પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે લાઠી-દામનગર માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. દીવસ ભરના ઉકળાટ બાદ વરસાદે રાહત આપી છે.