દેશમાં ચોમાસાએ ફરી રફ્તાર પકડી છે.રાષ્ટ્રીય હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. બિહાર, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. આસામ અને મેઘાલયમાં 19થી 22 જૂન દરમિયાન અત્યંત ભારે વરસાદનું અનુમાન છે