મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના વડગામમાં 24 કલાકમાં 8.6 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે મહેસાણાના વિજાપુરમાં 6.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. પાલનપુરમાં 6.1 ઈંચ, દાંતીવાડામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના વાલોડમાં 5.63 ઈંચ, સુરતના ઉમરપાડામાં 5.31 ઈંચ વરસાદ ખાબક્યો છે. મળતી માહિતી અનુસાર રાજ્યના 162 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 25 તાલુકામાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.