અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ગાજણ, લિંભોઈ, ઈટાડી, મદાહેવપુરા અને મેઢાસણ ગામોમાં મોસમના ભારે વરસાદથી જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ છે. મોડાસા માર્કેટયાર્ડમાં ફરીવાર પાણી ભરાવાની સમસ્યા ઊભી થવાથી ખેડૂતો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી યાર્ડમાં વરસાદી પાણી નિકાસની યોગ્ય સુવિધા ન હોવાથી સમસ્યા યથાવત છે.