અમદાવાદમાં સવારે તડકો નીકળ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. એસ.જી. હાઇવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, જ્યારે ગોતા, ચાંદલોડિયા, હંસપુરા, નરોડા અને બાપુનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગે આજે બપોર બાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્ર એલર્ટ પર છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આજે 31 જુલાઈને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. ભારે વરસાદ અને દરિયામાં ઉગ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.