બનાસકાંઠાના પાલનપુરમાં આજે ભારે વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ખાસ કરીને બનાસ ડેરી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડ્યો. શહેરના નીચાણવાળા વિસ્તારો તો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો તરફ જવાના રસ્તાઓ પાણીથી ઠેરવઠેર ભરાઈ જતાં ખેડૂતોને ખેતી કાર્યમાં પણ અડચણ ઉભી થઈ. વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.