સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. સરકારી જિન, મોતીપુરા અને મેડિસિટી જેવા વિસ્તારોમાં ઝમઝમાટ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ગ્રામ્ય પંથક હડિયોળ, ગઢોડા, પીપળીકંપા, કાંકણોલ અને આગીયોલમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને ખેતી ઉપર નિર્ભર ખેડૂતોમાં મોન્સૂનના આ આગમનથી આનંદ છવાયો છે.