ગુજરાતમાં વરસાદના વિરામ વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે કરી આગાહી. જે મુજબ પડી શકે છે કેટલાક સ્થળે ભારે વરસાદ. આગામી 48 કલાક દરમિયાન રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદ તૂટી પડવાની પ્રબળ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મોન્સૂનની એકસાથે 4-4 શક્તિશાળી સિસ્ટમો સક્રિય થવાના કારણે મેઘરાજા ફરી ધોધમાર જમાવટ કરી શકે છે.. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે તોફાની પવન ફૂંકાશે.. આગામી બે દિવસ મધ્ય અને પૂર્વીય ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે.. ખાસ તો, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ શકે છે.. બીજી તરફ, મેગા સિટી અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં હાલ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે, રાજ્યભરમાં સાર્વત્રિક રીતે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.. વાતાવરણમાં પવન અને વીજળીના કડાકા ભડાકા જોવા મળશે.