હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સાથે જ 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી સપ્તાહ સુધી છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. તંત્રએ સાવચેત રહેવાની અપીલ કરી છે.