કુદરત કોપાયમાન થાય છે ત્યારે તમામ માનવ સંસાધનો ટૂંકા પડી જતા હોય છે.તેની સામે ટકવું જ અઘરુ પડી રહ્યું છે અને તે આપણે જોઇ રહ્યાં છીએ ત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીએ સૌ કોઇને ચિંતા મૂકી દીધા છે.કેમકે હજુ આવનાર ત્રણ દિવસ ભારે રહેશે.દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધી વરસાદનું જોર રહેશે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામેલો છે.ત્યારે આ કમોસમીથી રાહત મળવાનું એક તરફ ઉપરથી વધુ 3 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે..આવનાર ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે.આજે 20 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે સાથે જ સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ અપાયું છે.આવતીકાલે દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.1 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે. આમ વરસાદની આજની લેટેસ્ટ આગાહી મુજબ ત્રણ દિવસ તો અત્યંત ભારે દેખાઇ રહ્યાં છે.આ વરસાદ સંપૂર્ણ નુક્સાની લઇને આવ્યો છે ત્યારે સૌ કોઇની બસ એજ અપેક્ષા કે વરસાદી સિસ્ટમ નબળી પડે અને વાતાવરણ ચોખ્ખુ થાય.