ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. પવનની ગતિ 35 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર-સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. લોકોમાં સાવચેતી રાખવા હવામાન વિભાગે અનુરોધ કર્યો છે.